ગરચે હું દિવાના,પર ક્યોં દોસ્ત કા ખાઉં ફરેબ? આસ્તીં મેં દુશ્ના પિન્હાં, હાથમેં નશતર ખુલા!

This post is also available in: English Hindi Urdu

ગરચે  હું  દિવાના,પર ક્યોં દોસ્ત કા ખાઉં ફરેબ?
આસ્તીં મેં   દુશ્ના  પિન્હાં,  હાથમેં  નશતર  ખુલા!
ગરચે=જોકે   ફરેબ=કપટ, લુચ્ચાઈ     આસતીં=બાંય    દુશ્ના=ખંજર     પિન્હાં=છુપેલુ, ગુપ્ત     નશતર=surgical knife

અર્થઃ આ શેર માં ગ઼ાલિબ એક બનાવ રજુ કરે છે કે પોતે પોતાની પ્રિયા ની બેરુખીથી કંટાળી ગાંડો થઇ જાય છે અને ગ઼ાલિબ નો એક surgeon દોસ્ત હાથમા દેખાવની surgical knife લઇ તેના ઇલાજ માટે આવે છે કે તે ગ઼ાલિબ ની ધોરી નસ કાપી, લોહી drain, કરી ગ઼ાલિબ ના ગાંડપણ નો ઇલાજ કરે. પણ હકીકતમાં surgeon દોસ્તે પોતાની બાંયમાં એક ખંજર છુપાડેલૂ છે જે ગા઼લિબે જોઇ લીધું છે. ગ઼ાલિબ ગાંડો હોવા છતાં સમજી ગયો છે કે surgeon નો અસલ મકસદ કતલ કરવાનો છે. માશુક વગર નુ જીવન ગ઼ાલિબ માટે અર્થહીન છે તેમ છતાં તે એક દોસ્તના કપટથી મરવા નથી માંગતો. મરવુજ હોયતો તેની સામે બીજા ઘણા રસ્તા છે. તે કહે છે કે ભલે હું દિવાનો છું પણ એટલો પણ નથી કે એક દેખાવ ના દોસ્ત, જેણે બતાવવા માટે તો હાથમાં surgical knife પકડેલી છે પરંતુ બાંયમાં પેટમાં ભોંકવા માટે ખંજર છુપાડેલુ છે. ગ઼ાલિબ કહે છે કે જીવવાનો કોઇ અર્થ નથી પણ એક દોસ્ત ના કપટ થી કેમ મરુ? મરવા મટે બીજા ઘણા રસ્તા છે. યાદ રહે કે પહેલાના જમાનામાં ગાંડપણના ઇલાજ માટે દર્દીની ધોરી નસ કાપી થોડુ ખુન વહેવડાવવામાં આવતુ અને તેથી રોગીનુ ગાંડપણ શાંત થઇ જતું.

આ શેરની બીજી ખૂબીઓઃ મોઢાંમાં રામ અને બગલમાં છરી વાળી કહેવતને ગ઼ાલિબે પોતાના અંદાજમાં પેશ કરી છે. ગ઼ાલિબનો શેર હકીકતમાં એક દાસ્તાન હોય છે. બે લાઇનની એક પંક્તીમાં એક કહાણી બયાન કરવું એ ગ઼ાલિબનુજ કામ છે.

This post is also available in: English Hindi Urdu