મેરી તામીર મે મુઝમિર,હે એક સૂરત ખ઼રાબી કી હયૂલા બરક઼ે ખ઼િરમન કા, હે ખૂ઼ને ગર્મ દેહક઼ાં કા

This post is also available in: English Hindi Urdu

આ ગા઼લિબ ની દસમી ગ઼ઝલ નો છઠ્ઠો શેર છે.
મેરી તામીર મે મુઝમિર,હે એક સૂરત ખ઼રાબી કી
હયૂલા બરક઼ે ખ઼િરમન કા, હે ખૂ઼ને ગર્મ  દેહક઼ાં કા
તામીર = બનાવટ,  મુઝમિર= છુપાએલુ, સમાએલુ       ખ઼રાબી=વિનાશ, બરબાદી    સૂરત= અંગ,સદિે        હયુલા=મૂળ પદાર્થ, મૂળ તત્વ    બકર઼્જા વિજળી      ખિ઼રમનં= ખળિયાણ,અંબાર,ગંજ  ખૂને ગર્મ= ગરમ લોહી        દેહકા઼ન = ગામડીયો,ખેડુત

અર્થઃ આ શેર માં ગ઼ાલિબ શરીર ની નસો અને આકાશ ની વિજળી વાત રજુ કરે છે.આપણા શરીર ની નસો માં જે લોહી દોડે છે તે આપણા શરીર ના પોષણ માટે ખોરાક પહોંચાડે છે, શરીર ને ગરમ રાખે છે, અને કામ કરવાની તાકત આપે છે. આ લોહી આપણા ખોરાક ને પચાવવા મા મદદ કરે છે. આ કાર્ય કરતા કરતા પોતે પણ ફના થઇજાય છે. ગ઼ાલિબ કહે છે કે હું એ ખેડુત છું જે પોતાની મહેનત અને લોહી થી ફસલ ઉગાવી, કાપી, ખળિયાણ બનાવે છે,ઢગળો કરે છે. પછી તેની ઉપર વિજળી ઝીંકાય છે અને ખળિયાણ ને નષ્ટ કરી નાખે છે. એનુ કારણ એ છે કે મારી નસો મા જે ખૂન દોડે છે તે વિજળી નોજ અંશ છે. એમ લાગે છે કે મારી રચનામાજ મારી બરબાદી કે વિનાશ નો ફોરમ્યુલા પ્રોગ્રામ થયેલો છે.આ શેર, કુર્આન ની આયત “અમે દરેક જીવ ને મોત નો સ્વાદ ચખાડી શૂં”ને ઉચ્ચારતો લાગે છે. દરેક ભોતિક વસ્તુ નો અંત કે વિનાશ થવાનોજ છે. કારણકે તેની રચના વખતજે તેના અંત નો ફોરમ્યુલા formula શામેલ કરવામા આવેલો છે; રચના અને વિનાશ નુ મૂળ તત્વ એકજ છે. લોકો કહે છે કે જાન છે તો જહાન છે. ગ઼ાલિબ કહે છે. જાન છે તો મોત છે.

શેર નો નિચોડઃ તમે એક નજર મે ઉપર મૂકેલી હાથ ની નસો અને વિજળી નસો ની તસવિર પર કરો.બન્ને નો આકાર લગભગ એક છે. લાલ લોહી ની નસો વાળો હાથ કામ કરે છે વસ્તુઓ બનાવે છે જ્યારે સફેદ લોહી વાળી વીજળી તેનો વિનાશ કરે છે. બન્ને ની નસોનો આકાર એકજ છે. ગ઼ાલિબ ની શાયરી નો ચારેકોર ડંકો વાગે છે તેનુ કારણ એકજ છે: તે દુરદુર થી બેમિસાલ ઉપમા,રુપક, ને અલંકાર લાવે છે ને તેનો પ્રયોગ કરે છે. બીજા કયા કવિ મા આવી ચતુરાઇ અને દમ છે?

ગ઼ાલિબ નિષ્ણાંત ના અભીપ્રાયઃ

નિયાઝ ફતેહપુરીઃ હું પોતાના વિનાશ ની ફરીયાદ કોણે કરું જ્યારે મારી પોતાની રચના કે પેદાઇશમાજ મારા વિનાશ ના બીજ છુપાયેલા છે. એટલે કે જ્યારે ખેડુત મહેનત કરી ખળીયાણ બનાવે છે તો તે ખળીયાણ વિજળી ને પડવાની જગ્યા બની જાય છે. તેજ રીતે મારી હયાતજ મારા મોત નુ કારણ બની જાય છે.

This post is also available in: English Hindi Urdu