બસ કે દુશ્વાર હે, હર કામ કા આસાં હોના આદમીકો ભી મુયસ્સીર નહીં ઇનસાં હોના

This post is also available in: English Hindi Urdu

આ ગ઼ાલિબ ની ૧૮મી ગ઼ઝલ નો શેર નંબર ૧ છે                                                                                                                       બસ કે  દુશ્વાર હેહર કામકા આસાં હોના
આદમીકો ભી મુયસ્સીર નહીં ઇનસાં હોના
બસ કે = ઘણુ વધારે   દુશ્વાર= મુશ્કેલ   ઇનસાં હોના= સાચા અર્થ મા માણસ  બનવુ       મુયસ્સર= મળવું, હાંસલ થવું

અર્થઃ ગ઼ાલિબ કહે છે કે આ દુનિયા માં બધુજ અઘરુ છ, કોઇ કામ સહેલુ નથી. એક સાદી વાત ને જુઓ, આમ તો આપણે હઝરત આદમ ની ઓલાદ આદમી કે મનુષ્ય કહેવાઇએ છીએ અને આ મથક થી સાચા માણસ બનવાનુ ફક્ત એક ડગલુ દૂર છે; પણ તે ડગલુ ઘણુવધારેઅઘરુ છે.

 શેર ની ખુબીઓઃ દુશ્વાર અને આસાં, આદમી અને ઇનસાં જેવા વિરોધાભાષી શબ્દો ના પ્રયોગે શેર મા જીવ ઉમેર્યો છે.

 ગ઼ાલિબ નિષ્ણાંત ના અભિપ્રાયઃ

મોલાના હાલી નો અભીપ્રાયઃ સહેજ નજરે આ એક મામુલી વાત  લાગે છે. પણ ધ્યાન પૂર્વક જોઇએ તો આ એક અજોડ વિચાર છે. ગ઼ાલિબે દાવો કર્યો  છે કે આ દુનિયા માં સહેલ મા સહેલુ કામ પણ અઘરુ છે. અને તેની દલીલ તરીકે રજુ કરે છે  કે આપણે  માણસ છે છતાં ખરા માણસ થઇ નથી શક્તા

This post is also available in: English Hindi Urdu