ગિરયા ચાહે હે ખ઼રાબી મેરે કાશાને કી દરો-દીવાર સે ટપકે હે બિયાબાં હોના

This post is also available in: English Hindi Urdu

આ ગ઼ાલિબ ની ૧૮મી ગ઼ઝલ નો શેર નંબર ૨ છે
ગિરયા ચાહે હે ખ઼રાબી મેરે કાશાને કી
રો-દીવાર સે ટપકે  હે બિયાબાં હોના
ગિરયા= રુદન, વિલાપ ખ઼રાબી =બરબાદી દરો-દીવાર સે ટપકે હે =દરવાજા અને દીવાલ માંથી ઝરી રહયું છે બિયાબાં = બિલકુલ વેરાન કાશાના=ઝુંપડુ, ઘર

અર્થઃ ગ઼ાલિબ બયાન આપે છેઃ મારુ રુદન ઇચ્છે છે કે મારુ ઘર વેરાન થઇ જાય.અને તેની દલીલ રજુ કરે છેઃ જુઓ મારા  ઘર ના દરવાજા અને દીવાલ થી વેરાની ટપકી રહી છે. આથી લાગે છે કે મારા રુદન ની અશુભતા થી આ ઘર કેઇ  દિવસે  બિલકુલ  વેરાન થઇ જશે.

શેર ની  ખુબીઓઃ શેર ના શબ્દો કાશાના, દરોદીવાર, ગિરયા, ખ઼રાબી, બિયાબાન, વગેરે દુખ અને Tragedy બયાન કરનાર શબ્દો છે અને ઘણા અનુકૂળ છે. દરવાજા અને દીવાલ માં થી વેરાની ટપકવાની વાત ફ્ક્ત ગ઼ાલિબજ કહી શકે. શેર ની રંગીનતા જુઓઃ રુદન આંખ મા આંસુ લાવે છે, જે પછી ટપકવા માંડે છે.આના પડઘા કે નકલ તરીકે દરવાજા અને દીવાલ વેરાની ટપકાવવા માંડે છે.

This post is also available in: English Hindi Urdu