કોઈ મેરે દિલ સે પૂછે, તેરે તીર-એ-નીમકશ કો યે ખ઼લિશ કહાં સે હોતી, જો જિગર કે પાર હોતા

This post is also available in: English Hindi Urdu

કોઈ મેરે દિલ સે પૂછે, તેરે તીર-એ-નીમકશ કો
યે ખ઼લિશ કહાં સે હોતી, જો જીગરકે પાર હોતા

તીરે નીમ કશ = એ તીર જેને અડધી કમાન ખેંચી કે એટલે કે ધીરે થી છોડવા માં આવે અર્થ એ કે,  કે પોપટા ની કમાન ના  એ બાણ જેને આધખુલી નજરો થી કે તીરછી નજરોથી ફેંકવામા આવે, ખુલેલી આખોં થી નહી.ખ઼લિશ=ચુભન, ખૂંચવું

અર્થ:આઁખોં કે પપોટા ની કિનારો પર જે વાળ હોય છે તે મિઝ઼ગાં કહેવાય છે. આ વાળો ને, કેમકે તે સખ઼્ત અને ચુભન વાલા હોય છે, શાયર તેને તીર તસવ્વુર કરે છે, ને તે ભમ્મર ની ધનુષ્યની આકૃતિ ને કમાન. એક તીરંદાજ કે બાણાવળી પોતેના શિકાર પર જ્યારે તીર ફેંકે છે ત્યારે પૂરી કમાન ખેંચી ને ફેંકે છે, જેથી તે શિકાર ના શરીર ની આરપાર નિકળી જાય. જઓ તે કમાન ને અર્ધ ખેંચે (નીમ કશ) તો તે શિકાર ના શરીર માંઅટક જશે આને શિકાર ચુભન કે તીવ્ર વેદના અનુભવશે અને તરફડિયાં મારવાં લાગશે. પરંતુ એક લેકિન એક સાચા  આશિક઼ ને તડપવામાં મઝા આવે છે. તેથા ગ઼ાલિબ કહે છે તારી કે અર્ધ ખેંચેલી પોપટા ની કમાન ના બાણ કે અર્ધઉઘાડી નજરો થી કે તીરછી નજરોથી બેપરવાહી થી મારા જીગર પર માર્યા છે તેનો હાલ કઇ  ની કેફિયત કે વૃત્તાંત મારા દિલ થી પૂછ એટલે કે મને આમા ઘણોજ લુત્ફ હાંસલ થયો છે. જો તુ એને પૂરા જોર થી છોડતે તો તે હ્રદય કે જિગર ની આરપાર નીકળી જતે ને હું ચુભન ની લિજ્જ઼ત થી વંચીત કે મહરૂમ રહી જતો મતલબ એ કે મારુ કામ તમામ જતે કે જીવ નીકળી જતે તો તેમા આ લુતફ઼ ન મળતે.  ચુભન માં વધારે લુતફ઼ છે. તેથી લિએ તીર-એ-નીમ કશ ની તારીફ કરી છે

ગ઼ાલિબ નિષ્ણાંત ના અભિપ્રાય:

બેખ઼ૂદ: માશૂક઼ તીરે નીમ કશ થી શરમ આનુભવે છે. કારણકે કે એક ઉસ્તાદ તીરંદાજ ની સરખામણી મા નીચેની કોટી ગણાય. ઉસ્તાદ તીરંદાજ નુ તીર તો આરપાર નીકળી જાય. તેથી મિર્ઝા ગ઼ાલિબ સાહેબે આ તીર ની તારીફ કરીને પ્રિયતમા ની શર્મિંદગી ને દૂર કરી રહ્યા છે.                                                           તબા તબાઈ: શેર ને બીજા મિસરામાં શબ્દ “જો” છે તેનો ઉર્દુ અક્ષર વાઓ( و) વજનના હિસાબે સાક઼િત કે અનુચ્ચારિત છે એટલે કે ઉર્દુ અક્ષર વાઓ( و) પર ભાર ઓછો છે અને તે બરાબરજ નહી બલ્કે સુંદર છે. પરંતુ વાઓ( و) અનુચ્ચારિત  હોવા ને લીધે બે જીમ (ج) યા ભેગા થઇ ગયા છે એટલે કે જ-જ  ભેગા થઇ જવા થી કર્કશતા કે કઠોરતા પેદા થઇ ગઇ છે. આ એક ગ઼ાલિબ ના લખાણ ની ખુબી છે. આ કઠોરતાનો કોઇ ખ઼્યાલ કરવો નહી. કદાચ ગ઼ાલિબનો ઈરાદો કર્કશતા પેદા કરવાનો હોય

This post is also available in: English Hindi Urdu