કહૂં કિસ સે મેં કે ક્યા હૈ? શબે ગ઼મ બુરી બલા હૈ મુઝે ક્યા બુરા થા મરના, અગર એકબાર હોતા

This post is also available in: English Hindi Urdu

આ ગ઼ાલિબ ની ૨૧મી ગ઼ઝલ ના શેર નંબર ૮, આ ગ઼ઝલ બહુજ પ્રખયાત છે, શેર પણ એટલાજ પ્રખયાત અને ખ઼ૂબસૂરત છે

કહૂં કિસસે મેં કે ક્યા હૈ? શબે ગ઼મ બુરી બલા હૈ
મુઝે ક્યા બુરા થા મરના, અગર એકબાર હોતા
અગરચે શબે ગ઼મ=દુખ ની રાત, વિરહ ની રાત, બલા=મુસીબત, આપદા

અર્થઃ આ શેરમાં ગ઼ાલિબ, જે રાતે, વચન મુજબ પોતાની પ્રિયતમા નથી આવતી તો તેના ઈંતેજારમા ઘડીઓ ગણે છે. તેને એક એક પળ સદીઓ જેવી લાંબી લાગે છે. પોતાની આ હાલત નુ વર્ણન કરવા શબ્દો શોધે છે પણ મળતા નથી. તે કહે છે વિરહ ની રાતનુ કોઈને કઈ રીતે બયાન કરૂં? આટલુજ કહી શકું કે વિરહ કે ગ઼મની રાત એક ખરાબ બલા છે. વિરહ ની રાતમાં માણસ વારંવાર મૃત્યુ પામવા જેવુ દુઃખ ઉઠાવે છે પણ નથી મરતો. ગ઼ાલિબ કહે છે કે જો હું એક વખતમાજ મરી ફના થઈ જતો તે ખોટૂ નહોતુ. આ વારંવાર મરવાની તકલીફ થી મુક્તિ મળી જતે.

શેર ની ખુબીઓઃ આ શેરમાં ગ઼ાલિબે વિરહ કે ગ઼મની રાતની મુસીબતો ને મૃત્યુ કરતા વધુ ભારે ગણાવી છે. 

આ ગ઼ાલિબ ની ૨૧મી ગ઼ઝલ ના શેર નંબર ૯ છે. આ ગ઼ઝલ બહુજ પ્રખયાત છે, શેર પણ એટલાજ પ્રખયાત અને ખ઼ૂબસૂરત છે

This post is also available in: English Hindi Urdu