ઉસે કૌન દેખ સકતા કે, યગાના હે વો યકતા જો દૂઈ કી બૂ ભી હોતી તો કહીં દો-ચાર હોતા

This post is also available in: English Hindi Urdu

આ ગ઼ાલિબ ની ૨૧મી ગ઼ઝલ ના શેર નંબર ૧૦ છે. આ ગ઼ઝલ બહુજ પ્રખયાત છે, શેર પણ એટલાજ પ્રખયાત અને ખ઼ૂબસૂરત છે.

ઉસે કૌન દેખ સકતા કે, યગાના હે વો યકતા
જો દૂઈ કી બૂ ભી હોતી તો કહીં દો-ચાર હોતા
યગાના હૈ વો યકતા=ખ઼ુદા એકજ ને અજોડ છે, નિરાળો છે.    દૂઈ કી બૂ=અનેક હોવાની ગંધ     દો-ચાર હોતા=જોવાતે

અર્થઃ આ શેરમાં ગ઼ાલિબ ખ઼ુદા કોણ છે તેનુ મંતવ્ય રજુ કરે છે. ક઼ુરાન મા અનેક જગ્યાએ ખ઼ુદાના એકત્વ નુ બયાન આવ્યુ છે. ગ઼ાલિબ કહે છે ખ઼ુદા બે મિસાલ છે. તે એકલો, નિરાળો, ને અજોડ છે. તેને કોઇ જોઈ શક્તુ નથી. અગર ખ઼ુદાના અસ્તિત્વ માં જરા પણ કોઈ બીજા ના શામેલ હોવાનો અંશ હોત તો તે ક્યાંક ભટકાઈ જતે. આ મંતવ્યને ઈસ્લામ મા વેહદત કહેવામા આવે છે.

ગ઼ાલિબ નિષ્ણાંત ના અભિપ્રાયઃ

આસી નો અભિપ્રાયઃ કુરાન કહે છે કે અગર આકાશ ને જમીન મા સિવાય ખ઼ુદાના, અમૂક બીજા ખ઼ુદા હોત તો જરૂર ઝગડા થતા. 

This post is also available in: English Hindi Urdu